Gujarati News | By News Update
અખિલ ભારતીય સંસ્થા *સંસ્કાર ભારતી* ગુજરાત પ્રાંત દ્વારા, આયોજિત 'મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ - 2024' અંતર્ગત, વડોદરા ના, આંતરરાષ્ટ્રીય કલાકાર તથા વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર રાજેન્દ્ર પી દિન્ડોરકર ને, ભૂ અલંકરણ રંગોળી કલાના, કલાસાધક તરીકે સંસ્કાર સન્માન તથા સંસ્કાર વિભૂષણ, એવા બે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન, તારીખ 1 સપ્ટેમ્બર 2024 ના રોજ, અમદાવાદ ખાતેના 'ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, ગુજરાતના મહામહિમ માનનીય રાજ્યપાલ શ્રી, આચાર્ય દેવવ્રતના શુભહસ્તે કરવામાં આવેલ છે. આ સન્માનમાં સંસ્કાર સન્માન અને સંસ્કાર વિભૂષણ નામના બ...
અખિલ ભારતીય સંસ્થા *સંસ્કાર ભારતી* ગુજરાત પ્રાંત દ્વારા, આયોજિત 'મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ - 2024' અંતર્ગત, વડોદરા ના, આંતરરાષ્ટ્રીય કલાકાર તથા વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર રાજેન્દ્ર પી દિન્ડોરકર ને, ભૂ અલંકરણ રંગોળી કલાના, કલાસાધક તરીકે સંસ્કાર સન્માન તથા સંસ્કાર વિભૂષણ, એવા બે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન, તારીખ 1 સપ્ટેમ્બર 2024 ના રોજ, અમદાવાદ ખાતેના 'ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, ગુજરાતના મહામહિમ માનનીય રાજ્યપાલ શ્રી, આચાર્ય દેવવ્રતના શુભહસ્તે કરવામાં આવેલ છે. આ સન્માનમાં સંસ્કાર સન્માન અને સંસ્કાર વિભૂષણ નામના બે માનપત્ર સાથે, શાલ તથા અન્ય ભેટ પ્રદાન કરવામાં આવી હતી. ગુજરાતના અન્ય કલાકારોની હરોળમાં વડોદરા ના આંતરરાષ્ટ્રીય કલાકાર તથા વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર રાજેન્દ્ર પી દિન્ડોરકર નું નામ, ,કલા સાધક તરીકે પસંદ કરવામાં આવેલ છે, તે જાણ્યા પછી તેમને ઘણા વર્ષો ની મહેનત અને, સાધના સફળ થયાનો તથા વડોદરાના વતની તરીકે તેઓ ખૂબ જ ગર્વ અનુભવે છે, અને તેમાંય ખાસ આપણાં ગુજરાતના રાજ્યના, રાજ્યપાલશ્રીના વરદ હસ્તે, સન્માન મળતા વડોદરાનું નામ, ઉજાગર કરવાનો તેમને ખૂબ જ આનંદ છે.