Gujarati News | By News Update
ઢાઢર નદીના કાટમાળ નો નિકાલ ન કરતાં પૂરના પાણી થી ગામ ના ઘરો અને ખેડૂતો ના પાક ને નુકસાન ત્રણ ગામના સરપંચોનું કહેવું છે કે, આમોદ ઢાઢર નદીના પુલ પરથી, ઢાઢર નદી ની નીચે પડેલ, આ મલબો ખસેડવા માં ન આવતા, અમારા ગામો માં ઘરો અને ખેડૂતોના તમામ પાક ડૂબી ગયા છે. એવા આક્ષેપ કર્યા હતા. એમનું કહેવું છે કે કંપનીના માલિકો અને અધિકારીઓના પાપે આમોદ જંબુસર તાલુકા ની જનતા અને ધરતીપુત્રોને, ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. જેને પગલે આમોદ તાલુકાના, અનેક ગામોમા, ઢાઢર નદીના પૂર થી, ખેડૂતોની હાલત કફોડી બની છે, અને ખેડૂતો ના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. પૂરના પાણી એ તબાહી મચાવી, પણ સાત મહિના પેહ...
ઢાઢર નદીના કાટમાળ નો નિકાલ ન કરતાં પૂરના પાણી થી ગામ ના ઘરો અને ખેડૂતો ના પાક ને નુકસાન ત્રણ ગામના સરપંચોનું કહેવું છે કે, આમોદ ઢાઢર નદીના પુલ પરથી, ઢાઢર નદી ની નીચે પડેલ, આ મલબો ખસેડવા માં ન આવતા, અમારા ગામો માં ઘરો અને ખેડૂતોના તમામ પાક ડૂબી ગયા છે. એવા આક્ષેપ કર્યા હતા. એમનું કહેવું છે કે કંપનીના માલિકો અને અધિકારીઓના પાપે આમોદ જંબુસર તાલુકા ની જનતા અને ધરતીપુત્રોને, ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. જેને પગલે આમોદ તાલુકાના, અનેક ગામોમા, ઢાઢર નદીના પૂર થી, ખેડૂતોની હાલત કફોડી બની છે, અને ખેડૂતો ના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. પૂરના પાણી એ તબાહી મચાવી, પણ સાત મહિના પેહલા દહેજની, ગોધરેજ કંપની માંથી કોઈલી વડોદરા, એક મશીન લઇ જવા, ઢાઢર નદી નુ પુરાણ કરવામાં આવ્યું, જે પછી હટાવવા મા ના આવ્યું અને, તેનું પરિણામ ખેડૂતો ને ભોગવવું પડ્યું છે. આમોદ ઢાઢર નદી ને, મોટાં મોટાં પથ્થર નાંખી પૂરી દેવામાં આવી, તેવા જુના દાદા પોર ગામના સરપંચના આક્ષેપ છે. ઘણાં વર્ષો થી, ઢાઢર નદીનો જે બ્રિજ છે, તે જર્જરિત હોય, જે ને લઈને, આ મોટું એકસો છન્નું ટાયર વાળું વાહન પસાર કરવા માટે, ઢાઢર નદીને, પથ્થરો નાખી, નીચે નાના નાના ભૂંગળા નાખીને પુરી દેવામાં આવેલ હતી. આજે પણ, તેની નીચે નો મલબો ખસેડવામાં આવ્યો નથી. જેને લઇને, અમારા ગામના ઘરો અને ખેતરોમાં, પાણી ફરી વળ્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર 102 ની સપાટી ઉપર અમારા ગામોના ઘરો ડૂબી ગયા હતા. અને તમામ ખેતીના પાકોને ખૂબ જ ભારે નુકસાન થયું હતું. એમનું કહેવું છે કે, ઢાઢર નદીની 105 ની સપાટી થતાં પણ. અમારા ગામમાં પાણી આવી શકે તેમ નથી...