Gujarati News | By News Update
રાધનપુર એપીએમસી ખાતે, ગુજરાત સ્ટેટ કો - ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ તરફથી, મહેસાણા ખાતે, થઈ રહેલ એગ્રી લોજીસ્ટીક પાર્ક, કે જેમાં કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ યુનિટ, ફ્રોઝન યુનિટ, અને પેકેજીંગ લાઈન, જેમાં, ખેડૂતો દ્વારા, ઉગવવામાં આવતા, ફળ અને શાકભાજીનું પ્રોસેસીંગ કરી , ફ્રોઝન, પેકેજીંગ કરી, “ગુજકો બ્રાન્ડ” ના નામે નિકાસ થઈ શકે, તે માટે, પ્રગતિશીલ ખેડૂતો અને, સેવા સહકારી મંડળીઓની, એક બેઠક રાખવામાં આવેલ હતી. જેમાં, ગુજકો માસોલ ના ચેરમેનશ્રી, દિલીપભાઈ સંઘાણી, વાઈસ ચેરમેનશ્રી, બિપીનભાઈ પટેલ અને, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યશ્રીઓના માર્ગદર્શન મુજબ, સીઈઓ. શ્રી દિનેશ ...
રાધનપુર એપીએમસી ખાતે, ગુજરાત સ્ટેટ કો - ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ તરફથી, મહેસાણા ખાતે, થઈ રહેલ એગ્રી લોજીસ્ટીક પાર્ક, કે જેમાં કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ યુનિટ, ફ્રોઝન યુનિટ, અને પેકેજીંગ લાઈન, જેમાં, ખેડૂતો દ્વારા, ઉગવવામાં આવતા, ફળ અને શાકભાજીનું પ્રોસેસીંગ કરી , ફ્રોઝન, પેકેજીંગ કરી, “ગુજકો બ્રાન્ડ” ના નામે નિકાસ થઈ શકે, તે માટે, પ્રગતિશીલ ખેડૂતો અને, સેવા સહકારી મંડળીઓની, એક બેઠક રાખવામાં આવેલ હતી. જેમાં, ગુજકો માસોલ ના ચેરમેનશ્રી, દિલીપભાઈ સંઘાણી, વાઈસ ચેરમેનશ્રી, બિપીનભાઈ પટેલ અને, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યશ્રીઓના માર્ગદર્શન મુજબ, સીઈઓ. શ્રી દિનેશ સુથાર, એડવાઈઝર શ્રી વાય.એ. બલોચ, અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના, શ્રી ધવલભાઈ રાવલ તેઓની ટીમ સાથે, હાજર રહી, વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. અને, આવનારા સમયે, મહેસાણા ખાતે, ગુજકો માસોલના થઈ રહેલ પ્રોજેક્ટને, ધ્યાનમાં લઈ, ખેડૂતો સાથે, કોન્ટ્રાક્ટ ફાર્મીંગ કરી, ખેડૂતોના ફળ અને શાકભાજી અગાઉથી, કિંમતો નિર્ધારિત કરી ખરીદ કરવાનું અને, ખરીદી જે વાવેતર થાય તે વાવેતરમાં, સીડ્સ, બાયો ફર્ટીલાઈઝર, બાયો પેસ્ટીસાઈડ્ઝનો ઉપયોગ ખેડૂતો કરે તે માટે, નિષ્ણાંતોનું જરૂરી માર્ગદર્શન અને, મદદ કરવામાં આવશે અને, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટ ટેકનોલોજીથી સજ્જ, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. અને જેમાં, ખેડૂતો જે વાવેતર કરે તેનો સંબંધિત ડેટા પણ લેવામાં આવશે, અને એ ડેટાના આધારે, જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે. અને આ કામગીરીમાં જે સહકારી મંડળીઓ ભાગ લે તેઓને પણ, પુરતું વળતર મળી રહે તે મુજબનું આયોજન વિશે વાત કરવામાં આવી, તથા, અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના બાગબાન સાહેબે ઓર્ગેનિક ખેડૂત પધ્ધતિનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આમ, ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનમાં, યોગ્ય અને વ્યાજબી ભાવ મળી રહે અને, વેલ્યુએડીશન તથા માર્કેટીંગની સુવિધા ઉભી થાય તેની ચર્ચા કરવામાં આવી. ખેડૂતો અને મંડળીઓના હાજર પ્રતિનિધિઓ તથા, તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ના ચેરમેન શ્રી, તેમજ, રાધનપુર એપીએમસી ના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી, રસુલભાઈ મલેક વારાહી વાળા, કેશુભા દરબાર, બાબુભાઈ ચૌધરી, દજાભાઈ ચૌધરી તેમજ બનાસ એફઈઓ નાં વાઇસ ચેરમેન બાબુજી ઠાકોર, વિગેરે, હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. અને, સમગ્ર ખેડૂત આલમે આ બાબતે ઉત્સાહ દર્શાવેલ હતો.