પુરના પાણીમાં ડુબી ગયેલ નવીનભાઈ બારીયા ને સરકાર દ્રારા ૪ લાખની સહાય


Gujarati News  |  By News Update


આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ, ઓગષ્ટ મહિનામાં તેની ભયજનક સપાટી વટાવી દેતાં, નદી કાંઠાના ગામોમા પુરના ધસમસતા પાણી ફરી વળ્યા હતાં.જેમાં, જુના દાદાપોર ગામે પણ પાણી ફરી વળ્યા હતાં.જુના દાદાપોર ગામે, પ્રવેશેલા ઢાઢર નદીના પુરના ધસમસતા પ્રવાહમા, ૨૯મી ઓગષ્ટ ના રોજ, બપોરના ત્રણ વાગ્યાના અરસામા, જુના દાદાપોર ગામનો યુવાન, નવીનભાઈ ભાઈલાલભાઈ બારીયા, ઉંમર વર્ષ ૩૪, જેઓ, તણાઈ જતા, તેનુ ડૂબી જવાથી મોત થયુ હતુ. જેથી, મૃતકના પિતાને, ગુજરાત સરકારના, સ્ટેટ ડિઝાસ્ટર રીઝર્વ ફંડ માંથી રૂપિયા ૪ લાખની સહાયનો ચેક, ધારાસભ્ય ડી કેસ્વામીના હસ્તે, અર્પણ કરવામાં આવ્યો હતો..તેમની સાથે, આમોદ તાલુકા ભા...

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ, ઓગષ્ટ મહિનામાં તેની ભયજનક સપાટી વટાવી દેતાં, નદી કાંઠાના ગામોમા પુરના ધસમસતા પાણી ફરી વળ્યા હતાં.જેમાં, જુના દાદાપોર ગામે પણ પાણી ફરી વળ્યા હતાં.જુના દાદાપોર ગામે, પ્રવેશેલા ઢાઢર નદીના પુરના ધસમસતા પ્રવાહમા, ૨૯મી ઓગષ્ટ ના રોજ, બપોરના ત્રણ વાગ્યાના અરસામા, જુના દાદાપોર ગામનો યુવાન, નવીનભાઈ ભાઈલાલભાઈ બારીયા, ઉંમર વર્ષ ૩૪, જેઓ, તણાઈ જતા, તેનુ ડૂબી જવાથી મોત થયુ હતુ. જેથી, મૃતકના પિતાને, ગુજરાત સરકારના, સ્ટેટ ડિઝાસ્ટર રીઝર્વ ફંડ માંથી રૂપિયા ૪ લાખની સહાયનો ચેક, ધારાસભ્ય ડી કેસ્વામીના હસ્તે, અર્પણ કરવામાં આવ્યો હતો..તેમની સાથે, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, વિમલ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી ડૉક્ટર પ્રવિણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ,ઓચ્છણ ગામના આગેવાન કેતન પટેલ, આમોદ તાલુકા સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ કંચન રાઠોડ, મહેન્દ્રભાઇ વસાવા તેમજ, ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ચેક અર્પણ કરાયો હતો.

Read More