આમોદ નગરપાલિકા દ્વારા બનાવેલ શોપિંગ સેન્ટર ની દુકાનો ના ભાડા વસૂલાય છે કે પછી રામ ભરોસે


Gujarati News  |  By News Update


આમોદ નગરપાલિકા દ્વારા, બનાવેલ તાલુકા પંચાયત નગરી પાસે ના શોપિંગ સેન્ટર ની દુકાનોમાં, મચ્છી ભરવા માટેનો સામાન, તેમજ મચ્છી માટે ના ટેમ્પા અને, દુર્ગંધ મારતા બોક્સો મુકેલ, મીડિયા કર્મી ના કેમેરામાં કેદ થયા.. જેની પૂછતાછ કરતાં, ત્યાં હાજર મનુભાઈ માછી દ્વારા, જાણવા મળેલ કે નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ના, અપક્ષ સભ્ય, રોહિત માછી નો માલ મુકેલ છે, તો શું? આ મુકાયેલ માલ સામાન ની, બે દુકાનો નું ભાડું, ગેર કાયદેસર રીતે નગરપાલિકાના સભ્ય રોહિત માછી જાતે વસૂલી કરે છે ? કે ગેર કાયદેસર રીતે વપરાતી દુકાન નું ભાડું નગરપાલિકામાં ભરપાઈ કરે છે? આ સિવાય, બીજી બધી દુકાનોમાં પણ, કેટલાક કોન્ટ્રાક્ટર...

આમોદ નગરપાલિકા દ્વારા, બનાવેલ તાલુકા પંચાયત નગરી પાસે ના શોપિંગ સેન્ટર ની દુકાનોમાં, મચ્છી ભરવા માટેનો સામાન, તેમજ મચ્છી માટે ના ટેમ્પા અને, દુર્ગંધ મારતા બોક્સો મુકેલ, મીડિયા કર્મી ના કેમેરામાં કેદ થયા.. જેની પૂછતાછ કરતાં, ત્યાં હાજર મનુભાઈ માછી દ્વારા, જાણવા મળેલ કે નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ના, અપક્ષ સભ્ય, રોહિત માછી નો માલ મુકેલ છે, તો શું? આ મુકાયેલ માલ સામાન ની, બે દુકાનો નું ભાડું, ગેર કાયદેસર રીતે નગરપાલિકાના સભ્ય રોહિત માછી જાતે વસૂલી કરે છે ? કે ગેર કાયદેસર રીતે વપરાતી દુકાન નું ભાડું નગરપાલિકામાં ભરપાઈ કરે છે? આ સિવાય, બીજી બધી દુકાનોમાં પણ, કેટલાક કોન્ટ્રાક્ટરોનો સામાન પડેલ નજરે પડે છે. અને, કેટલીક દુકાનોમાં કોન્ટ્રાક્ટર ના લેબરો, રહેતા નજરે પડે છે. સાથે સાથે દુકાનોમાં રસોઈ બનાવવા માટેના ચુલા પણ સળગાવતા હોય એમ નજરે પડે છે. તો શુ ? આ દુકાનો નું ભાડું કોણ વસૂલ કરે છે? કોઈ નગરપાલિકાના સભ્ય કે પછી, કોઈ રાજકીય વ્યક્તિના ઇશારે દુકાનો વપરાય છે ? એમ લોકમુખે ચર્ચાઈ રહેલ છે. સાથે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે, આ શોપિંગ સેન્ટરની બનેલ દુકાનોની નગરપાલિકા દ્વારા કોઈ દેખરેખ ન હોવાના કારણે, લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. એક નાગરિક વિડીયો મા એમ જણાવે છે કે, નગરપાલિકાના વોર્ડ નંબર ૬ અપક્ષ સભ્ય રોહિત માછી, આ મચ્છી નો માલ મુકે છે. તો શું ? એ સભ્ય દ્વારા ભાડુ નગરપાલિકાની તિજોરીમાં જમા થાય છે ? કે પછી પોતાના ખિસ્સામાં જમા થાય છે, એમ લોકો મા ચર્ચાઈ રહેલ છે.. હવે જોવાનું રહ્યું કે, ચીફ ઓફિસર, તેમજ કલેકટર શું પગલાં ભરે છે.

Read More