Gujarati News | By News Update
આમોદ તાલુકામાં, જુના કોબલા ગામે, એક ભરવાડના કોડિયાં ઘરમાં, અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતાં, સરપંચે, આમોદ વન વિભાગને જાણ કરી હતી .જેથી, આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની, સુચના અને માર્ગદર્શન હેઠળ, ફોરેસ્ટર, જશુભાઇ પરમાર,બીટ ગાર્ડ, અનિલ પઢિયાર, વિપિન પરમાર, નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના જીવ દયા કાર્યકર, અનિલ ચાવડાને સાથે રાખી, જુના કોબલા ગામના, મેહુલ ભરવાડના, કોડિયાં ઘરમાં છુપાયેલ અજગર ને શોધી કાઢી, ભારે જહેમત બાદ, આશરે નવ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કરાયું હતું. મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી તેને, નૈસર્ગીક વાતાવરણમાં mukt કરવામાં આવ્ય...
આમોદ તાલુકામાં, જુના કોબલા ગામે, એક ભરવાડના કોડિયાં ઘરમાં, અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતાં, સરપંચે, આમોદ વન વિભાગને જાણ કરી હતી .જેથી, આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની, સુચના અને માર્ગદર્શન હેઠળ, ફોરેસ્ટર, જશુભાઇ પરમાર,બીટ ગાર્ડ, અનિલ પઢિયાર, વિપિન પરમાર, નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના જીવ દયા કાર્યકર, અનિલ ચાવડાને સાથે રાખી, જુના કોબલા ગામના, મેહુલ ભરવાડના, કોડિયાં ઘરમાં છુપાયેલ અજગર ને શોધી કાઢી, ભારે જહેમત બાદ, આશરે નવ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કરાયું હતું. મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી તેને, નૈસર્ગીક વાતાવરણમાં mukt કરવામાં આવ્યો હતો., જૂના કોબલા ગામે, ભરવાડ સમાજના વિસ્તારમા, મહાકાય અજગર આવી પહોંચતા, આસપાસના પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.પરંતુ વન વિભાગની ટીમે, મહાકાય અજગરનું રેસ્ક્યું કરતા, પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.