સુરતમાં બનેલી ઘટના બાદ આમોદ પોલીસે ફરીથી શાંતી સમિતીની બેઠક બોલાવવી


Gujarati News  |  By News Update


સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ, આમોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.અને, આમોદમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, તાત્કાલિક આમોદ પોલીસ મથકે, શાંતિ સમિતીની બેઠક બોલાવાઇ હતી. આમોદ પોલીસ મથકના, પોલીસ ઇન્સ્પેકટર, આર વી કરમટિયા, તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર, રાજેન્દ્રસિંહ અસવાર દ્વારા, શાંતિ સમિતીની બેઠક બોલાવવામાં આવી હતી. આગામી, ગણપતિ મહોત્સવ તથા ઇદ-એ-મિલાદના તહેવારની ઉજવણી, શાંતિ પુર્ણ માહોલમાં થાય, તે અંગે, આમોદ પોલીસ મથક ખાતે, ગણેશ સમિતિના આગેવાન, ગણેશ મંડળોના આયોજકો, તથા, મુસ્લિમ સમાજના આગેવાનો સાથે, શાંતિ સમિતિની, મીટીંગનું આ...

સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ, આમોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.અને, આમોદમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, તાત્કાલિક આમોદ પોલીસ મથકે, શાંતિ સમિતીની બેઠક બોલાવાઇ હતી. આમોદ પોલીસ મથકના, પોલીસ ઇન્સ્પેકટર, આર વી કરમટિયા, તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર, રાજેન્દ્રસિંહ અસવાર દ્વારા, શાંતિ સમિતીની બેઠક બોલાવવામાં આવી હતી. આગામી, ગણપતિ મહોત્સવ તથા ઇદ-એ-મિલાદના તહેવારની ઉજવણી, શાંતિ પુર્ણ માહોલમાં થાય, તે અંગે, આમોદ પોલીસ મથક ખાતે, ગણેશ સમિતિના આગેવાન, ગણેશ મંડળોના આયોજકો, તથા, મુસ્લિમ સમાજના આગેવાનો સાથે, શાંતિ સમિતિની, મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, બન્ને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય, તે અંગે, પોલીસ ઇન્સ્પેકટર આર વી કરમટિયા દ્વારા, જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં..શાંતિ સમિતીની મિટિંગમાં ગણેશ મંડળના પ્રમુખ, મોન્ટુ કંસારા,આમોદ શહેર ભાજપ પ્રમુખ, ઈન્દ્રસિંહ રાજ, ગણેશ મંડળના આગેવાનો વસંત પ્રજાપતિ, કેતન પટેલ, મુસ્લિમ સમાજના આગેવાનો, નાઝુ બાપુ, આદિલ મલેક,સલીમસિંહ રાણા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Read More