આમોદ માં સાત દિવસ ના આતિથ્ય બાદ ગણેશ શોભાયાત્રા અને વિસર્જન માટે તંત્ર સજ્જ


Gujarati News  |  By News Update


આમોદ માં, ગજાનંદ ગણપતિ દાદા સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ, ૧૩ મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ, ૩૧ થી વધુ ગણપતિ દાદાની શોભાયાત્રા યોજાશે.જે બાબતે, આમોદ પાલિકા તંત્ર દ્વારા, મોટા તળાવ ખાતે, તરાપા, મોટી ક્રેન,લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ, ગણેશ વિસર્જન રૂટ ઉપર, રસ્તાનું રીકાર્પેટીંગ કરી, ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે. નડતર રૂપ છાપરા પણ દૂર કરવામાં આવ્યાં, બાવળ કટિંગ સહિત, સાફ સફાઈ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત ગણેશજીની વિસર્જન યાત્રા અંગે, વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. આમોદના ગણેશ વિસર્જન યાત્રામાં, કોઈ અનિચ્છનિય બનાવ ના બને માટે, આમોદ પોલીસ તંત્ર દ્વા...

આમોદ માં, ગજાનંદ ગણપતિ દાદા સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ, ૧૩ મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ, ૩૧ થી વધુ ગણપતિ દાદાની શોભાયાત્રા યોજાશે.જે બાબતે, આમોદ પાલિકા તંત્ર દ્વારા, મોટા તળાવ ખાતે, તરાપા, મોટી ક્રેન,લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ, ગણેશ વિસર્જન રૂટ ઉપર, રસ્તાનું રીકાર્પેટીંગ કરી, ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે. નડતર રૂપ છાપરા પણ દૂર કરવામાં આવ્યાં, બાવળ કટિંગ સહિત, સાફ સફાઈ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત ગણેશજીની વિસર્જન યાત્રા અંગે, વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. આમોદના ગણેશ વિસર્જન યાત્રામાં, કોઈ અનિચ્છનિય બનાવ ના બને માટે, આમોદ પોલીસ તંત્ર દ્વારા, ૧,નાયબ પોલીસ અધિક્ષક, ૩ પી.આઈ, ૧૨ પી.એસ.આઇ, ૭૨ એસ.આર.પી, ૧૯૦ પોલીસ, ૯૦ હોમગાર્ડ, ૩૬ જી આર ડી.નો પોલીસ બંદોબસ્ત, ગોઠવી દેવામાં આવ્યો છે. આમોદ નગરમાં, આગામી ૧૩ મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અંગેની શોભાયાત્રા નીકળવાની હોય, ગણેશજીની શોભાયાત્રામાં કોઈ અગવડ ના પડે, અને, લોકોની સલામતી માટે, ભરૂચ જીલ્લા અધિક કલેકટર દ્વારા, જંબુસર થી ભરૂચ જતા, તેમજ ભરૂચ થી જંબુસર જતા વાહનોના રૂટ, ડાઈવર્ટ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં, બપોરે, ત્રણ થી રાતના સાત વાગ્યા સુધી, વાહનો માટે, ડાઈવર્જન આપવામાં આવ્યું છે. જંબુસર થી ભરૂચ જતા વાહનોને, સમા ત્રણ રસ્તાથી, સરભાણ થી પાલેજ જઈ, નેશનલ હાઇવે ઉપર જઈ શકશે.જ્યારે, ભરૂચ થી જંબુસર જતા વાહનો દયાદરા,નબીપુર, પાલેજ થઈ સરભાણ તરફ જવાનું રહેશે.

Read More