Gujarati News | By News Update
પાટણ જિલ્લાના, રાધનપુર તાલુકાના, છાણીયાથર ગામે, પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો છસ્સો હેક્ટર ની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોની માગણી ઉઠવા પામી છે કે, ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે, છાણિયા થર ગામે, સર્વે કરાવી ખેડૂતોને થયેલા કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે, તેવી માગણી ઉઠવા પામી હતી. આ પ્રસંગે, ગામના સરપંચ, ભોજાભાઇ વીરાભાઇ આહીર અને, ગામના અગ્રણીઓ, જેમાં ડુંગરભાઇ સવાભાઈ આહીર અને,રામાભાઇ મહાદેવભાઇ આહીર,ભોજાભાઇ અમથાભાઈ, બાબુભાઈ ભુરાભાઈ, આહીર ભોજાભાઇ મહાદેવભાઇ સહિત, અન્ય ગામના ખેડ...
પાટણ જિલ્લાના, રાધનપુર તાલુકાના, છાણીયાથર ગામે, પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો છસ્સો હેક્ટર ની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોની માગણી ઉઠવા પામી છે કે, ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે, છાણિયા થર ગામે, સર્વે કરાવી ખેડૂતોને થયેલા કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે, તેવી માગણી ઉઠવા પામી હતી. આ પ્રસંગે, ગામના સરપંચ, ભોજાભાઇ વીરાભાઇ આહીર અને, ગામના અગ્રણીઓ, જેમાં ડુંગરભાઇ સવાભાઈ આહીર અને,રામાભાઇ મહાદેવભાઇ આહીર,ભોજાભાઇ અમથાભાઈ, બાબુભાઈ ભુરાભાઈ, આહીર ભોજાભાઇ મહાદેવભાઇ સહિત, અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની માગણી ઉઠવા પામી હતી કે, સરકારશ્રી, વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને, ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે. તેવી માંગ ઉઠવા પામી હતી. નર્મદા નિગમની કેનાલના કારણે, ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા, કેનાલ ઉપર કોઈપણ જાતની નાાળા મુકવાની વ્યવસ્થા કરે, તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી. ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માગણી કરવામાં આવી હતી.