આમોદ જળઝીલણી અગિયારસે કાછીયા સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા


Gujarati News  |  By News Update


દર વર્ષ ની જેમ, આ વર્ષે પણ, આમોદમાં જળ ઝીલણી અગિયારસે, પરંપરાગત રીતે, Kachiya પટેલ સમાજ દ્વારા, લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા, કાઢવામાં આવી હતી. Kachiya પટેલ ખાતે આવેલા, લક્ષ્મીનારાયણ મંદિરે, ધારાસભ્ય ડીકેસ્વામી, પાલિકા પ્રમુખ, જલ્પાબેન પટેલ, આગેવાન ભરત રાજપૂત, મહામંત્રી, ભીખાભાઇ લીંબચીયા ચીયા, પ્રમોદ પટેલ, મંદિરનાં ટ્રસ્ટીઓ, હસમુખ અંબાલાલ પટેલ, કમલેશ ભગત સહિત, કાછીયા પટેલ સમાજના, આગેવાનો દ્વારા, આરતી કર્યા બાદ, લાલજી મહારાજની પાલખીમાં, ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બેન્ડના તાલે, મોટી સંખ્યામાં, Kachiya પટેલ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ, ભક્તિભાવ સાથે જોડાયા હતા. બહુચરાજી મંદિર...

દર વર્ષ ની જેમ, આ વર્ષે પણ, આમોદમાં જળ ઝીલણી અગિયારસે, પરંપરાગત રીતે, Kachiya પટેલ સમાજ દ્વારા, લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા, કાઢવામાં આવી હતી. Kachiya પટેલ ખાતે આવેલા, લક્ષ્મીનારાયણ મંદિરે, ધારાસભ્ય ડીકેસ્વામી, પાલિકા પ્રમુખ, જલ્પાબેન પટેલ, આગેવાન ભરત રાજપૂત, મહામંત્રી, ભીખાભાઇ લીંબચીયા ચીયા, પ્રમોદ પટેલ, મંદિરનાં ટ્રસ્ટીઓ, હસમુખ અંબાલાલ પટેલ, કમલેશ ભગત સહિત, કાછીયા પટેલ સમાજના, આગેવાનો દ્વારા, આરતી કર્યા બાદ, લાલજી મહારાજની પાલખીમાં, ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બેન્ડના તાલે, મોટી સંખ્યામાં, Kachiya પટેલ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ, ભક્તિભાવ સાથે જોડાયા હતા. બહુચરાજી મંદિર ખાતે, બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા, ઢોલ નગારાં સાથે, લાલજી મહારાજની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આમોદના, ગાંધીચોક, ટાવર ચોક ખાતે, લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી. જ્યાં અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહી, આરતી કરી, ભગવાનનું પૂજન કર્યું હતું. ત્યાર બાદ, લાલજી મહારાજની શોભાયાત્રા સાથે, Kachiya પટેલ સમાજ દ્વારા, ટ્રેકટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. જેમાં, નાના બાળકોએ રામ, લક્ષ્મણ, સીતા, ગણપતિ, શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી. જે લોકોમાં, આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જે પરીઓના વરઘોડામાં, બેન્ડ માં ભક્તિ તેમજ, ફિલ્મી ગીતોના સથવારે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા.ત્યાર બાદ, મોડી રાત્રે, લાલજી મહારાજ સાથે, પરીઓનો વરઘોડો Kachiya પટેલ માં, લક્ષ્મીનારાયણ મંદિરે પરત ફર્યો હતો.

Read More