Gujarati News | By News Update
આમોદ નગરપાલિકાનું, દસમા તબક્કાનો, સેવા સેતુ કાર્યક્રમ, આ વખતે, આમોદ ગાંધી ચોક, બોર્ડિંગ ખાતે રાખવામાં આવેલ હતો. જયારે , અગાઉના સેવ સેતુ કાર્યક્રમ, આમોદ નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે રાખવામાં, આવેલ હતા. રાજ્ય સરકારની, પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને, સીધો અને સતત મળતો રહે, તેથી, વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા, અને, જવાબદારી પણા ની બાબતને, રાજ્ય સરકારે હાર્દ સમાન ગણેલ છે. જેથી, પ્રજા જનોને, વ્યક્તિગત સેવાઓ, તેમના રહેઠાણના નજીકના સ્થળે, તેજ દિવસે પ્રાપ્ત થઈ શકે, તેવા સારા હેતુને ધ્યાને લઈ, આમોદ નગરપાલિકા દ્વારા, શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર...
આમોદ નગરપાલિકાનું, દસમા તબક્કાનો, સેવા સેતુ કાર્યક્રમ, આ વખતે, આમોદ ગાંધી ચોક, બોર્ડિંગ ખાતે રાખવામાં આવેલ હતો. જયારે , અગાઉના સેવ સેતુ કાર્યક્રમ, આમોદ નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે રાખવામાં, આવેલ હતા. રાજ્ય સરકારની, પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને, સીધો અને સતત મળતો રહે, તેથી, વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા, અને, જવાબદારી પણા ની બાબતને, રાજ્ય સરકારે હાર્દ સમાન ગણેલ છે. જેથી, પ્રજા જનોને, વ્યક્તિગત સેવાઓ, તેમના રહેઠાણના નજીકના સ્થળે, તેજ દિવસે પ્રાપ્ત થઈ શકે, તેવા સારા હેતુને ધ્યાને લઈ, આમોદ નગરપાલિકા દ્વારા, શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિના પ્રમાણપત્ર, સરકારી યોજનાઓ ની માહિતી, શાળા અને, કોલેજ માટે ફી, સ્લીપ કાર્ડ, આરોગ્ય ચકાસણી, મેડિકલ સારવાર, કૃષિ, ખેડૂત કલ્યાણ ની યોજનાઓ, બેંક સાથેના, નાણાકીય વહીવટ, આવક ના દાખલા, ગુમાસ્તધારા, જન્મ મરણ, લગ્નની નોંધણી, ડ્રાઇવિંગ લાઇસન્સ, એસટી બસની સુવિધા, વિધવા સહાય, આવી, તમામ પ્રકારની યોજનાઓ મળતા, તમામ પ્રકારના લાભો, એક જ જગ્યાએથી મળી રહે તેવું, આયોજન, આજરોજ નગરપાલિકા દ્વારા, આમોદ ગાંધી ચોક, બોર્ડિંગ ખાતે, કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, મોટાભાગના લાભાર્થીઓ એ, ભાગ લઈ, ઉત્સાહપૂર્વક પોતાની, કામગીરી કરાવી હતી.