આમોદ નગરપાલિકાના કોન્ટ્રાકટ કર્મચારી ચાર મહિનાનો પગાર ન મળતા હડતાલ ઉપર


Gujarati News  |  By News Update


આમોદ નગરપાલિકામાં, ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓને, છેલ્લા ચાર મહિનાથી, પગાર ન આપી, કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આમોદ નગરપાલિકામાં, ફરજ બજાવતા, કોન્ટ્રાકટ કર્મચારી, ટેક્નિશિયન, પાણી વિભાગ, સફાઈ ના, ડોર ટુ ડોર ફરજ બજાવતા, ડ્રાઇવરો, પટાવાળા, સહિતના વિવિધ 17 થી 18 કર્મચારીઓ, હડતાલ ઉપર ઉતરતા, આજથી, આમોદ નગરપાલિકા વિસ્તારની જનતાએ, ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વારંવાર લેખિત અને, મૌખિક રજૂઆતો કરવા છતાં પણ, કર્મચારીઓની સમસ્યા હલ કરવામાં, આમોદ નગરપાલિકા, નિષ્ફળ નિવડી હોય, તેવી લોક ચર્ચાએ, પંથકમાં જોર પકડ્યું છે. આમોદ નગરપાલિકા દ્વારા, કર્મચારીઓને, રવિવારે પણ કામ ક...

આમોદ નગરપાલિકામાં, ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓને, છેલ્લા ચાર મહિનાથી, પગાર ન આપી, કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આમોદ નગરપાલિકામાં, ફરજ બજાવતા, કોન્ટ્રાકટ કર્મચારી, ટેક્નિશિયન, પાણી વિભાગ, સફાઈ ના, ડોર ટુ ડોર ફરજ બજાવતા, ડ્રાઇવરો, પટાવાળા, સહિતના વિવિધ 17 થી 18 કર્મચારીઓ, હડતાલ ઉપર ઉતરતા, આજથી, આમોદ નગરપાલિકા વિસ્તારની જનતાએ, ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વારંવાર લેખિત અને, મૌખિક રજૂઆતો કરવા છતાં પણ, કર્મચારીઓની સમસ્યા હલ કરવામાં, આમોદ નગરપાલિકા, નિષ્ફળ નિવડી હોય, તેવી લોક ચર્ચાએ, પંથકમાં જોર પકડ્યું છે. આમોદ નગરપાલિકા દ્વારા, કર્મચારીઓને, રવિવારે પણ કામ કરાવવામાં આવે છે. પરંતુ, તે દિવસનો પગાર પણ આપવામાં આવતો નથી, તેવી કર્મચારીઓએ વેદના વર્ણવી. આમોદ નગરપાલિકા પ્રમુખે, ચોમાસાના કારણે, વેરા વસુલાત ન થયા હોય, તેમજ, સરકાર પાસે લોન માટે, એપ્લાય કરી હોય, તેવી વાત વર્ણવી હતી. અને, આ સમસ્યાનુ હલ, વહેલી તકે કરવામાં આવશે, તેવી ખાત્રી આપી હતી. 

Read More