આમોદમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી


Gujarati News  |  By News Update


આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની દબદબાભેર શોાયાત્રામાં નીકળી હતી.આમોદમાં ડી.જે.ના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત,ભક્તિ ગીત, ટીમલી,રાસ, ગરબા, ઉપર લોકો મનમૂકીને ઝૂમી ઉઠયા હતા.શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.તેમજ મુસ્લિમ સમાજના આગેવાન આસીફ ઈબ્રાહીમ દીવાન દ્રારા આમોદ નગરપાલિકા ખાતે ગણપતિજીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરતાં હિન્દૂ - મુસ્લિમ એકતાનું ઉ...

આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની દબદબાભેર શોાયાત્રામાં નીકળી હતી.આમોદમાં ડી.જે.ના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત,ભક્તિ ગીત, ટીમલી,રાસ, ગરબા, ઉપર લોકો મનમૂકીને ઝૂમી ઉઠયા હતા.શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.તેમજ મુસ્લિમ સમાજના આગેવાન આસીફ ઈબ્રાહીમ દીવાન દ્રારા આમોદ નગરપાલિકા ખાતે ગણપતિજીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરતાં હિન્દૂ - મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યુ હતું.આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી.ગણપતિ દાદાન મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી.શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભકતો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવ્સ્થા કરવામાં આવી હતી.સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને 'આવતા વર્ષે વહેલા આવજો'ના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી.આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા,તરવૈયા,લાઇટિંગ તેમજ મોટી ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ ના બને માટે સમગ્ર રૂટ  ઉપર પોલીસની ચુસ્ત નિગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
 

Read More